Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સિંચાઈ કૌભાંડ મામલો, જીલ્લા ભાજપના મહામંત્રીને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ

મોરબી જીલ્લામાં સિંચાઈ કામોમાં થયેલ ગેરરીતી મામલે ચાલી તપાસમાં પોલીસ દ્વારા શકાસ્પદ હળવદ જીલ્લા ભાજપના મહામંત્રીને છાવરી પોલીસ કેસને રફેદફે કરવાની થતી કાર્યવાહી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા સિચાઈ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં સિંચાઈના કામોમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની લેવડ દેવડ અંગે સિંચાઈ નાં કામોની ગેરરીતી રાજય સરકારમાં ફરિયાદકર્તા પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડિયાની નજીકનાં તેમજ જીલ્લાના પદાધિકારીના નજીકના અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હળવદ સ્થિત ઘનશ્યામ ગોહેલે તા. ૧૨/૭/૧૮ નાં રોજ સિંચાઈ વિભાગના રાજય મંત્રી પરબતભાઈ પટેલને ખાસ પત્ર લખી જે તે કાર્યોમાં થયેલ ગેરરીતી અંગે તપાસ માંગેલ ત્યારબાદ આ પ્રશ્નમાં અંગત રસ લીધેલ. દરમ્યાન માત્ર દસ જ દિવસમાં ઘનશ્યામ ગોહેલ સિંચાઈ ખાતાના ઈજનેરને પત્ર લખી તેઓએ કરેલ ફરિયાદમાં બધા જ કામો બરાબર થયા છે હવે કોઈ ફરિયાદ રહેતી નથી તેવો પત્ર લખેલ છે.

આ સબ સલામત પત્ર લખવા અંગે મોરબી જિલ્લાના લોકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ ચાલીસ થી પચાસ લાખનો બે નંબરનો વહીવટ ઘનશ્યામ ગોહેલે કરેલ હોય જેણી જાણ તપાસનીશ અધિકારીને હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર પોલીસ આ વ્યકિતની પુછપરછ કરાતી નથી અને તેને છાવરે છે તેનું કારણ શું છે ? જે પ્રકરણમાં તપાસ માટે કાગળ લખનાર ધારાસભ્યની ધરપકડ અને જેલવાસ કરાવનાર પોલીસ ઘનશ્યામ ગોહેલ સામે પગલા લેતાં ખચકાય છે.શંકાસ્પદ ઘનશ્યામ ગોહેલ ભાજપના મહામંત્રી છે માટે પોલીસ તેને છાવરે છે. ધારાસભ્ય સામે અટકાયતી પગલાં લેનાર પોલીસ આ બાબતે કેમ ઉદાસીન છે, આ પ્રકરણમાં વિવાદાસ્પદ ધનશ્યામભાઈની ધરપકડ કરી કડક તપાસ થાય તો હજુ વધુ અનેક લોકોની સંડોવણી ખુલે તેમ છે.આ તપાસ પ્રકરણમાં મોરબી તાલુકા, ટંકારા તાલુકા, માળિયા (મી.) તાલુકા તેમજ મોરબી જિલ્લાનાં અનેક ગામોમાં થયેલ ગે૨૨ીતી ની તપાસ થતી નથી. તેથી આ મામલે યોગ્ય તપાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગણી કરી છે.

Comments
Loading...
WhatsApp chat