મોરબી : ૨૦ કરોડના સિંચાઈ કોભાંડની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોપાઈ

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને કોભાંડ આચરનાર અધિકારી સહિતનાઓની અટકાયત કરવામાં આવી છે તો અગાઉ ૪૬ કામોમાં ગેરરીતી ધ્યાનમાં આવ્યા બાદ જીલ્લાના કુલ ૩૩૪ કામોમાંથી બાકીના ૨૮૦ થી વધુ મળી તમામ કામોની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે

૪૬ કામોમાં ગેરરીતી સામે આવ્યા બાદ અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ માટે રાજ્ય સરકારે ચાર ટીમો મેદાનમાં ઉતારી છે અને ૩૩૪ માંથી અગાઉ ૪૬ કામોમાં ગેરરીતી સામે આવી હતી તો બાકી તમામ કામોમાં કોઈ ગેરરીતી થઇ છે કે નહિ તેની તપાસ ચાલી રહી છે જેના માટે રાજ્ય સરકારના આદેશ બાદ ચાર ટીમો વિવિધ સ્થળે તપાસ કરી હતી અને વ્યાપક ગેરરીતી સામે આવી હતી

તો સિંચાઈમાં મસમોટું કોભાંડ થયું હોય અને તંત્રની ટીમોએ કરેલી તપાસમાં પણ ગેરરીતી સામે આવી હોય જેથી ગૃહ વિભાગની સુચના બાદ સમગ્ર કોભાંડની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોપવામાં આવી છે અને હવે એસીબી ટીમ સિંચાઈ કોભાંડની તપાસ ચલાવશે અને કોભાંડીઓનો પર્દાફાશ થશે

Comments
Loading...
WhatsApp chat