મોરબી જીલ્લમાં ૪૮ કલાક બાદ ઈન્ટરનેટ સેવા શરૂ : આઈ.કે.પટેલ

હળવદમાં ચાર દિવસ પહેલા ક્ષત્રિય અને ભરવાડ જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઇ હતી તે દરમિયાન 2 વ્યક્તિ ના મોત નિપજ્યા હતા. આ ઘટના માં ગંભીર રીતે ઘવાયેલા ખેતાભાઈ નાગજીભાઈ ભરવાડ (ઉ.વ.55) રહે ચિત્રોડી ને વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડાયા હતા  જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ધટનાને પગલે ફરી મામલો ગરમાયો હતો.જેને ધ્યાને લઈને મોરબી જીલ્લમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા કલેકટર દ્વારા સોમવાર બપોરના ૨ વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.જે આજ પૂર્ણ થતા જીલ્લમાં ૪૮ કલાક બાદ ઈન્ટરનેટ સેવા ફરી કાર્યરત કરવામાં આવી.

Comments
Loading...
WhatsApp chat