મોરબી : લીયોલી ગ્રુપ જાયન્ટ ટાઈલ્સ ઉત્પાદન કરનારી ભારતની પ્રથમ કંપની

 

સિરામિક હબ મોરબીમાં ઉચ્ચ ક્વોલિટીની સિરામિક ટાઇલ્સ અને સેનેટરીવેર્સ ઉત્પાદનો થકી આજે મોરબીએ ચીનને પછડાટ આપી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, ત્યારે હવે લિયોલી ગ્રુપે ૩૨૦૦ × ૧૬૦૦ એમએમ સાઈઝની વિશાળ પોર્સેલેઇન ટાઇલ્સનું ઉત્પાદન કરી વિશ્વમાં મોરબીની આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવવાની સાથે જાયન્ટ ટાઇલ્સ ઉત્પાદન કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.

મોરબીના ઉદ્યોગ સાહસિકોએ ટાઇલ્સમાં અનેક વૈવિધ્યપૂર્ણ ઉત્પાદનો કરી રહ્યા છે જેમાં વોલ અને ફ્લોર ટાઇલ્સ સેગમેન્ટમાં ગ્લેઝડ,વિટ્રિફાઇડ, થિન ટાઇલ્સ, જીવીટી, પીજીવીટી સહિતની ટાઈલ્સ બાદ મોરબીના લિયોલી ગ્રુપ દ્વારા ૩૨૦૦ × ૧૬૦૦ એમએમ સાઈઝની વિશાળ ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે અને લિયોલી ગ્રુપે મોટા કદની ટાઇલ્સનું ઉત્પાદન કરી આંતરાષ્ટ્રીયસ્તરે નામના મેળવી છે.

મોરબીની લિયોલી સિરામિક વિશાળ સાઈઝમાં પોર્સેલેઇન સ્લેબમાં ભારતના અગ્રણી બ્રાન્ડ બની છે અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સામે મેઇડ ઇન ઇન્ડિયા તરીકે મોભા ભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતના પ્રોડક્ટ્સ બની છે સાથો સાથ ભારતની 3200 x 1600 એમએમની ટાઇલ્સ બનાવવાનો કીર્તિમાન સ્થાપનાર લિયોલી ગ્રુપ પ્રથમ છે,

સિરામિક ટાઇલ્સ ઉત્પાદન કરતા મોટાભાગના અગ્રણી દેશોમાં આ કદાવર કદના ઉત્પાદન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. લિયોલી કંપનીએ ૪૦ મિલિયન ડોલરથી વધુનો પ્રોજેક્ટ ખર્ચ કરી વિઝ સિસ્ટમ ઇટાલી, ટેક્નોફેરારી ઇટલી, સીએમએફ ઇટાલી, બીએમઆર ઇટાલી અને મોડેના સહિતની કંપનીઓના ટેક્નિકલ સપોર્ટથી ૩૦ એકરથી વધુ વિસ્તારમાં વિવિધ કદના ઉત્પાદન કરતી સૌથી મોટી ફેક્ટરી છે. તેની સાથે જ જાયન્ટ સાઈઝની ટાઇલ્સનું ઉત્પાદન કરી સમગ્ર વિશ્વ સમક્ષ લિયોલી ગ્રુપે મેડ ઇન ઇન્ડિયાને પણ મહત્વનું સ્થાન અપાવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat