મોરબીમાં વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

મોરબી:ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ 10મી જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે અને 16મી જુલાઈએ સ્પર્ધા યોજાશે. જિલ્લાની તમામ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે, જેમાં સ્કૂલ દીઠ એક વિદ્યાર્થીને સ્પર્ધામાં મોકલવાના રહેશે. સ્પર્ધાના વિષય તરીકે ‘મારા સ્વપ્નનું ભારત’, ‘આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા’ અને ‘ટીવી/મોબાઈલ શાપ કે આશીર્વાદ’ આ વિષયોમાંથી કોઈ એક વિષયમાં 3 મિનિટ બોલવાનું રહેશે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પ્રોત્સાહન ઇનામ અને વિજેતાને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધાની એન્ટ્રી નિઃશુલ્ક છે અને કુંદનભાઇ પટેલના સૌજન્યથી આયોજન થયું છે. રજીસ્ટ્રેશન માટે હર્ષદભાઈ ગામી- 9898886585, ભાવેશભાઈ દોશી- 9925200026, રમણભાઈ મહેતા- 9924610610 અને ઘનશ્યામભાઈ- 9427422277નો સંપર્ક કરવાનો રહેશે.

Comments
Loading...
WhatsApp chat