



ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આજે પુષ્પનક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન કેમ્પનો વાર્ષિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જે અંતર્ગત કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડીના ૭૦ થી વધુ બાળકોને આખું વર્ષ દરેક મહિનાના પુષ્પ નક્ષત્રમાં ક્લબ દ્વારા સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવશે
જેની શરૂઆત આજે ૨૫ તારીખથી કરવામાં આવી હતી પ્રોજેક્ટના દાતા દિલીપભાઈ આયર અને પ્રોજેક્ટમાં સહયોગ આપનાર વૈદ્ય રાજુભાઈ પરમારનો કલબના સભ્યોએ આભાર માન્યો હતો પ્રોજેક્ટને સફળ બનાવવા સંસ્થાના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી



