Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : પડતર કીમત પર નફા સાથેના ભાવ સુનિશ્ચિત બાબતે ભારતીય કિસાન સંઘના ધરણા-આવેદન

ભારતીય કિસાન સંઘે ઘરણા કરી રાજ્યપાલને આવેદન પાઠવ્યું

 

ખેડૂતોને પડતર કીમત પર નફા સાથેના ભાવ સુનિશ્ચિત કરવા બાબતની માંગ સાથે ખેડૂતોએ દેશ વ્યાપી આંદોલન કર્યું હોય જેમાં આજે મોરબી જીલ્લા કિસાન સંઘ દ્વારા ધરણા કરી રાજ્યપાલને આવેદન પાઠવ્યું છે

ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યપાલને ઉદેશીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે અખિલ ભારતીય કારોબારી અને ૩૬ પ્રાંતોના પ્રમુખ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓએ ચિંતન કર્યા પછી ત્રણ કૃષિ સુધારણા કાયદામાં ૫ સુધારા કરવા ઉપરાંત તેને લાગુ કરવાની માંગણી કરી જણાવ્યું હ્ચે કે સુધારણા કાયદામાં લાભકારી ભાવનો ક્યાય ઉલ્લેખ નથી જેથી જરૂર જણાયે ચોથો કાયદો લાવવામાં આવે અને લાભકારી કીમતને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે

ખેડૂતોને કૃષિ ઉપજના ભાવ ના મળતા હોવાથી ખેડૂત ગરીબ અને દેવાદાર બનતો જાય છે જેથી શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવી રહ્યા છે અને આજે ધરણા પ્રદર્શન કરીને આવેદન પાઠવ્યું છે જેથી ખેડૂતોની માંગણી સ્વીકાર કરીને યોગ્ય પગલા ભરવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat