Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટરના ગુમ થયેલા ભાઈનો મૃતદેહ મળ્યો, આપઘાત કે અકસ્માત ?

મોરબી ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અધિકારીના ભાઈ બે દિવસ પૂર્વે ગમ થયા હોય જેને પોલીસમાં ગૂમસૂદા અરજી કરતા પોલીસે તેની શોધખોળ ચલાવી હતી જોકે બે દિવસ સુધી પત્તો ના લાગ્યો અને આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પરની મિલેનિયમ પેપરમિલ નજીક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતક યુવાન ગમ થયેલ ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર મનોજ સૈનીના ભાઈ સુંદર સૈની (ઉવ 22) વાળા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે મોટ નીપજ્યું છે તે દિશામાં તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat