Billboard ad 1150*250

મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલમાં જોઈન્ટ કમિશ્નરની ઉપસ્થિતિમાં ઇન્કમ ટેક્ષ ડે ઉજવાશે

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        નવયુગ શૈક્ષણિક સંકુલમા તા. ૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે જોઈન્ટ કમિશનર અરવિંદ એન. સોનટક્કેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ઇન્કમ ટેક્ષ અંગે કોલેજના છાત્રો સાથે સંવાદ યોજાશે

        મોરબી રેન્જના આવકવેરાના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટક્કેની અધ્યક્ષતામાં  તા. ૨૪ ને બુધવારના રોજ ઇન્કમટેક્ષ ડેની ઉજવણી કરવામાં આવશે જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમા જોઈન્ટ કમિશનર અરવિંદ એન. સોનટક્કેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ આવકવેરા જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવશે આ ઉપરાંત આવકવેરા કચેરીએ વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, આવકવેરા સલાહકારો અને સીએ સાથે બેઠક, જાગૃતિ માટે સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે. આવકવેરાના કર્મચારીઓ દ્વારા કચેરી પાસે વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથો સાથ સફાઈ અભિયાન પણ હાથ ધરવામા આવનાર છે. ઉપરાંત ઉજવણી સંદર્ભે વિવિધ સ્થળે સ્વચ્છતા અંગેના તેમજ આવકવેરા જાગૃતિના હોર્ડિંગ્સ તેમજ બેનરો પણ લગાવવામાં આવ્યા છે. વધુમાં આવકવેરા દિવસની ઉજવણી અંતર્ગત વધુમાં વધુ લોકોને આવકવેરા અંગેની માહિતી પ્રદાન કરવામાં આવશે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat