Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમો ઝડપાયા

રીક્ષા સહીત ૭૮ હજારનો મુદામાલ જપ્ત

મોરબી પંથકમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ તંત્ર પેટ્રોલિંગ કરી રહ્યું છે જેમાં ગત રાત્રીના સમયે પોલીસે રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડપી લઈને દારૂનો જથ્થો તેમજ રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી પોલીસની ટીમ ગત રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હોય ત્યારે જુના ઘૂટું રોડ પરથી ઓટો રીક્ષા નં જીજે ૧૩ એ ડબલ્યુ ૫૦૫૦ માં સવાર અલ્પેશ રમેશ ભાટી, એજાજ જીકરાભાઈ મુસ્લિમ અને આસિફ ઇશાક સીનોજીયા રહે. એસટી બસ સ્ટેન્ડ પાછળ ધ્રાંગધ્રાવાળાને ઝડપી લઈને રીક્ષામાંથી ૮ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અને રીક્ષા કીમત ૭૦,૦૦૦ મળી કુલ ૭૮ હજારનો મુદામાલ જપ્ત કરાયો છે

Comments
Loading...
WhatsApp chat