


મોરબી પંથકમાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોય ત્યારે પોલીસ દરોડા કરીને આવા તત્વોને ઝડપી લેવાની કાર્યવાહી કરતી હોય છે ત્યારે એ ડીવીઝન પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધા હતા.
બનાવની જાણવા મળતી વિગત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા ઘરમાં રાખેલ ૬૯ બોટલ વિદેશી દારૂની બોટલ કીમત ૨૦,૭૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ ૨ મોબાઈલ મળી ૨૨,૨૦૦ ના મુદામાલ સાથે મકાનમાલિક ધર્મેન્દ્ર રોહિત બારોટને દબોચી લીધો હતો
જયારે અન્ય આરોપી ભૂપત દેવજી બોરીચા રહે. ફડસર વાળાનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે

