


મોરબી નગરપાલિકા તંત્ર નગરજનોને પાણી-લાઈટ, રોડ રસ્તા અને સફાઈ જેવી પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો હતો
પાલિકાના પટાંગણમાં યોજાયેલા એક દિવસીય ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા, કોંગ્રસ અગ્રણી મુકેશભાઈ ગામી, રમેશભાઈ રબારી તેમજ કોંગ્રેસના હોદેદારો અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પાલિકા તંત્ર નાગરિકોને સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે તો કામોમાં પણ ભ્રષ્ટાચાર થયા હોય જેની માહિતી પાલિકા તંત્ર આપતું નથી. સરકારી યોજનાના રૂપિયા ક્યાં અને કેટલા વપરાયા તેની રાઈટ ટૂ એજ્યુકેશનમાં માહિતી આપતી ના હોય અને નગરજનો અસુવિધાથી ત્રાહિમામ પોકારી ગયા છે
જેથી પાલિકા તંત્ર જો પ્રશ્નોનો ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.આજે પાલિકા પટાંગણમાં કોંગ્રેસે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છે તો આગામી દિવસોમાં પ્રજાના પ્રશ્ને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં જણાઈ આવે છે.

