


એસબીઆઈ બેંકમાં ૮૬,૫૦૦ ની નકલી નોટો પધરાવી
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાંચમાં અજાણ્યા ઈસમો ૮૬ હજારથી વધુની નકલી નોટો પધરાવી ગયા હોય જે મામલે બ્રાંચ મેનેજેરે પોલીસને કરેલી જાણ બાદ એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના પરાબજારમાં આવેલી એસબીઆઈ બેંકની મુખ્ય બ્રાંચમાં બેંકમાં ચલણી નોટો જમા કરાવતા ગ્રાહકો પૈકી અજાણ્યા ઈસમો જુદા જુદા ચલણી દરની કુલ ૮૬,૫૦૦ ની નકલી નોટો પધરાવી ગયાનું એસબીઆઈ બેંકને માલૂમ પડતા બ્રાંચ મેનેજરે એ ડીવીઝન પોલીસને આ અંગે જાણ કરી હતી જે બનાવ અંગે એ ડીવીઝન પીએસઆઈ ચંદ્રકાંત શુક્લ વધુ તપાસ ચલાવી રહ્યા છે