Billboard ad 1150*250

મોરબી : છેલ્લા બે વર્ષમાં ૬.૮૬ કરોડનો દારૂ-બીયર ઝડપાયો, જાણો વિધાનસભામાં થયેલી ચર્ચા વિષે વધુ…

0 185
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

મોરબી પોલીસની ખાલી જગ્યાઓ ભરવા, કાનુન વ્યવસ્થાના પ્રશ્નો ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યા

Post ad 3

        વિધાનસભાના સત્રમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રશ્નોતરીમાં ભાગ લઈને મોરબી પોલીસની ખાલી જગ્યાઓ, દારૂના પકડાયેલ જથ્થા તેમજ સબ જેલના કેદીઓને કાયદાકીય સલાહ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા

Post ad 2

        ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની પ્રશ્નોતરીની ચર્ચામાં ભાગ લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીની સબ જેલમાં કેદીઓને કાયદાનું જ્ઞાન મળી રહે તે માટે એડવોકેટ પેનલ મુકરર કરવા, આર્થીક સહાયનો પેટા પ્રશ્ન રજુ કરી વ્યવસ્થાને સઘન બનાવવા ચર્ચા કરી હતી તેમજ તા. ૩૧-૦૫-૨૦૧૯ ની સ્થિતિએ મોરબી જીલ્લામાં મોરબી અને માળિયા શહેર તાલુકામાં કાર્યરત પોલીસ સ્ટેશનો, સ્ટાફનું સેટઅપ, પોલીસ સ્ટેશન દીઠ સંવર્ગવાર ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતીના પ્રશ્નમાં ગૃહ મંત્રીએ મોરબી સીટી એ ડીવીઝનમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની ૧૦ મંજુર જગ્યા સામે ૬ ભરેલી અને ૪ ખાલી, આસી.સબ ઇન્સ્પેકટરની ૨૦ જગ્યા સામે ૧૧ ખાલી, હેડ કોન્સ્ટેબલની ૭ સામે ૭ ખાલી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૧૭૨ સામે ૧૧૮ ખાલી, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૪૫ સામે ૩૫ ખાલી, માળીયામાં બિન હથિયારી આસી સબ ઇન્સ્પેકટરની 1 જગ્યા સામે 1 ખાલી, હેડ કોન્સ્ટેબલની ૧૦ સામે ૪ ખાલી, તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૩૬ જગ્યા સામે ૨૬ જગ્યા ખાલી હોવાની માહિતી મળી હતી પોલીસની ખાલી જગયાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે

        વધુમાં મોરબી જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં પોલીસ સ્ટેશનની હદમાં કેટલો દેશી, વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો તે પ્રશ્નના જવાબમાં બે વર્ષમાં દેશી દારૂ રૂ. ૧૧,૦૯,૪૨૦ ની કિમતનો, વિદેશી દારૂ રૂ. ૬,૫૪,૫૮,૬૦૦ ની કિમતનો તેમજ ૩૨,૧૭,૨૦૦ નો બીયરનો જથ્થો ઝડપાયો છે      

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat