મોરબી : અકસ્માતમાં પતિના મૃત્યુ બાદ ઈજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમિયાન મોત

ઈજાગ્રસ્ત પત્નીનું સારવારમાં મોત, બાળક થયું નોંધારું

મોરબી માળીયા હાઇવે પર દસ દિવસ પૂર્વે લક્ષ્મી નગર નજીક બંધ પડેલા ટ્રક પાછળ બાઇક ઘુસી જતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું જયારે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થતા માસૂમ બાળકે માતાપિતાની છત્રછાયા ગુમાવી છે

મોરબી માળીયા હાઇવે પર તા. 26-8ના રોજ મોટર સાયકલ લઈને જઇ રહેલ રાકેશભાઇ સોમાભાઇ રાવળ ઉવ-૩૦ રહેવાશી હાલ મોરબી બાયપાસ પંચાસર રોડ અતુલ શક્તિ શો રૂમ મૂળ રહેવાશી ડાભડી રાવળવાસ તા.જી.પાટણ વાળાન પોતાની પત્ની અને બાળક સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે લક્ષ્મીનગર નજીક પાર્ક કરેલા ટાટા ટ્રક કન્ટેનર નંબર-જી.જે.-૧૨-એ.એઝ-૬૯૫૪ વાળાની પાછળના ભાગે તેમનું બાઈક અથડાતા તેમને અને તેમની પત્નિ અનીતા ઉવ-૩૦ વાળીને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં સ્થળ પર પતિના મૃત્યુ બાદ સારવાર દરમિયાન પત્નીનું પણ મોટ નીપજ્યું હતું .વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક દંપતીના પુત્ર ઓમેં માતાપિતાની છ્ત્રચાયા ગુમાવી છે

અકસ્માત મામલે ટ્રક ડ્રાઇવર ગુરૂપ્રિતસીંઘ અમરીકસીંઘ ચહલ, ઉવ-૩૩ રહે. અંજાર જીલ્લો કચ્છ વાળાએ અકસ્માત અંગે ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat