મોરબી: સાસરિયાઓએ પરિણીતાને બળજબરીથી ફિનાઈલ પીવડાવ્યું

મોરબીના બૌદ્ધનગરમાં રહેતી સાસરિયાના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાને બળજબરીથી ફિનાઈલ પીવડાવી દેતા તેને સરકારી હોસ્પિટલમાં ખસેડામાં આવી હતી. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર  દિનાબેનના લગ્ન 1 વર્ષ પૂર્વે રાહુલભાઈ બારીયા સાથે થયા હતા. અને તેઓ હાલ પ્રેમજીનગર પાસે આવેલા બૌદ્ધનગરમાં રહેતા હતા. 2 દિવસ પહેલા મીનાબેન ઘરે હતા ત્યારે સાસુ, સસરા, જેઠ અને નાણાંદે રાત્રે ૯ વાગ્યે બળજબરીથી ફિનાઇલ પીવડાવી દીધું હતું જેથી દીનાબેને તેને તેના ભાઈ નવનીતભાઈને ફોન કર્યો હતો અને તેમના ભાઈ દીનાબેનને ૧૦૮ મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ દીનાબેન સારવાર હેઠળ છે. આ અંગેની જાણ  મોરબી તાલુકા પોલીસને કરાઈ હતી. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat