તરુણ અવસ્થામાં દીકરીઓને થતા શારીરિક-માનસિક ફેરફાર બાબતે નિષ્ણાતો દ્વારા અપાયું માર્ગદર્શન

મોરબી IMA ડોકટરોની ટીમ દ્વારા જુદી-જુદી સ્કુલમાં જઈને આપ્યું માર્ગદર્શન

મોરબી IMA દ્વારા છેલ્લા ૫ વર્ષથી જુદી-જુદી શાળામાં જઈને છોકરીઓને ટીન એજ માં થતી સમસ્યાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં નાલંદા વિધાલય,તપોવન વિધાલય,ઓમશાંતિ વિધાલય,સાર્થક વિધાલય અને નિર્મલ વિધાલયમાં જઈને IMA પ્રમુખ  ડો.ભાવનાબેન જાની અને IMA પૂર્વ પ્રમુખ ડો.રમેશભાઈ બોડાએ ૧૦-૧૯ વર્ષની ઉમરમાં થતી સમસ્યાઓ વિશે વિધાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.જેમાં ડો.ભાવનાબેન જાનીએ ૧૦-૧૯ વર્ષની ટીન ઉમરની છોકરીઓના શરીરમાં શારીરિક-માનશીક થતી સમસ્યા વિશે સાયન્ટીફીક ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું જયારે ડો.રમેશભાઈ બોડાએ છોકરીઓને ટીન ઉમરમાં વાળ ખરવા,ખીલની સમસ્યા થવા તેમજ જાતીય સતામણી નિષેધ કઈ રીતે કરવો અને નશીલા દ્રવ્ય વિશે સાયન્ટીફીક ભાષામાં  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઓમશાંતિ વિધાલય દ્વારા IMA નો આભાર માનતા જણાવ્યું હતું કે સામાન્ય સમાજમાં એક એવી માન્યતા હોય છે કે ડોકટર છે તે કલીનીક પર જ મળે સમાજ ઉપયોગી કોઈ કાર્યમાં તેમનો ફાળો નહીવત હોય,પરંતુ ડો.ભાવનાબેન જાની,ડો.રમેશભાઈ બોડા તથા IMA સતત સમાજમાં જાગૃતિ માટે પ્રયત્નશીલ છો.તેમજ અમારી શાળાની વિધાર્થીનીઓને  દર વર્ષે આપના જ્ઞાનો લાભ મળે તેવી વિનંતી કરી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat