મોરબીમાં “વલ્ડ કોઢ ડે” નિમિતે IMA દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા “વલ્ડ કોઢ ડે” નિમિતે વિનામૂલ્યે કોઢ સારવાર નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ડો.જયેશ સનારીયાએ કોઢ શું છે? સફેદ ડાધ ચેપી કે ઈશ્વરદત શાપરૂપ નથી,ચામડીમાં રંગકણની ગેર હાજરીથી થતો ઓટોઇમ્યુન રોગ છે,કોઢએ માનવ ત્વચા નીચે ત્વચાને રંગ આપનારા મેલેનીનની ઉણપ કે ગેરહાજરીથી ઉત્પન્ન થાય છે અને કોઢ થવાના કારણો-વારસાગત:૨૫-૩૦% દર્દીઓમાં આ રોગ વારસાગત થઇ શકે છે,ઓટોઈમ્યુ:જયારે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ફેરફાર થાય ત્યારે ધણી વખત આ રોગ થાય છે. તે વિષે લોકોને યથાર્થ માર્ગદર્શન પૂરું પાડી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat