

મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા તા.૧૭ થી ૨૨ સુધી “સામવેદ “ ઇમેજિંગ અને ડાયગ્સ્ટીક સેન્ટર,સાવસર પ્લોટ -૧૨ ખાતે “સ્તન કેન્સર” જાગૃતિ માર્ગદર્શન તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નિદાન માટે આવેલ દર્દી માટે ખાસ રાહત દરે એટલે કે મેમોગ્રાફી રૂટીન ચાર્જ રૂ.૧૫૦૦ હોય છે પરંતુ કેમ્પ દરમિયાન રૂ.૫૦૦ રાખવામાં આવ્યા છે.ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ડૉ.ભાવનાબેન ભટ્ટ,મંત્રી ડૉ.અંજનાબેન ગઢિયા તથા પ્રોજેક્ટ ચેરમેન ડૉ.સુધીર પૈજાની યાદી જણાવે છે કે ભારતીય મહિલાઓમાં દર વર્ષે ૭૫૦૦૦ નવા સ્તન કેન્સરનું નિદાન થાય છે તેથી ગાઈડલાઈન પ્રમાણે નોર્મલ સ્ત્રીએ પણ ૪૦ થી ૫૦ વર્ષ દરમિયાન દર વર્ષે અને ૫૦ વર્ષથી વધુ ઉમરની સ્ત્રીઓએ ૬ મહીને મેમોગ્રાફી કરાવવી સલાહભર્યું છે.પરંતુ જે સ્ત્રીને શરીરમાં કોઈ પણ અંગનું કેન્સર હોય કે એક થી વધુ કુટુંબના સભ્યને સ્તન કે અંડાશયનું કેન્સર હોય તો ૨૫ વર્ષથી દર વર્ષે મેમોગ્રાફી કરાવવી હિતાવહ છે.તેમજ અંતે લોકોને અપીલ કરી હતી કે આ કેમ્પનો વધુને વધુ વ્યક્તિ લાભ લઇ સ્તન કેન્સરથી બચવાની ઝુંબેશને સફળ બનાવે.