મોરબીમાં IMA દ્વારા વલ્ડ મ્યુઝીક દિવસની ઉજવણી

આજ તા.૨૧જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વિશ્વ યોગ દિવસ સાથે  આજ રોજ વલ્ડ મ્યુઝીક દિવસ પણ છે તે બહુ ઓછા લોકોને ખ્યાલ છે.આજ રોજ મોરબીમાં IMA દ્વારા વલ્ડ મ્યુઝીક દિવસની ઉજવણી IMA હોલ ખાતે કરવામાં આવી હતી.જેમાં આઈ.એમ.એ.ની ટીમ દ્વારા હાર્મોનિયમ અને તબલા વાદન સાથે  “હે માલિક તેરે બંદે હમ” પ્રાથના ગાઈને ઉજવણી કરી હતી.ત્યારબાદ ડો.પ્રેયર્સ પંડ્યા દ્વારા વલ્ડ મ્યુઝીક દિવસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બાદમાં યોગાસન કરી વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat