



મોરબીમાં IMA અને સેવાભારતી સંસ્થાના સયુક્ત ઉપક્રમે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લઇ શકે તે માટે કેમ્પને શહેરના બે ભાગમાં વહેચવામાં આવ્યો હતો જેમાં એક કેમ્પ મોરબીના વજેપર વિસ્તારમાં અને બીજો કેમ્પ રણછોડનગર ખાતે રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં બને સ્થળ પર મળીને કુલ ૪૫૦ લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં IMA પ્રમુખ ડૉ.ભાવનાબેન જાની,ડૉ.જયંતિ ભાડેસીયા,ડૉ.અંજનાબેન ગઢિયા અને ડૉ.જયેશ સનારીયા સહિતના IMAના ડોકટરો હજાર રહ્યા હતા.

