Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : અન્ય સાથે આડા સંબંધની શંકાએ પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

કોથળામાં મળેલા મૃતદેહ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હત્યારા પતિ અને મદદગારી કરનાર બે મિત્રને દબોચી લેવાયા

મોરબીના જોધપર નજીકથી કેનાલમાં તણાઈને આવેલા કોથળામાંથી મહિલાની લાશ મળ્યા બાદ હત્યાની આશંકા સાથે એલસીબી અને તાલુકા પોલીસની ટીમે તપાસ ચલાવી હતી જેમાં મૃતક મહિલાના પતિએ અન્ય બે મિત્રોની મદદથી હત્યા કરીને લાશને કોથળા ભરી કેનાલમાં ફેંકી દેવાયાનો ખુલાસો થયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલમાંથી ૩૦ થી ૩૫ વર્ષની અજાણી મહિલાની ગળે ટુંપો દઈને હત્યા કરેલી લાશ કોથળામાંથી મળી આવી હતી જે મામલે હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને તાલુકા પોલીસની ટીમે તપાસ ચલાવી હતી જેમાં મહિલાની ઓળખ થઇ સકી ના હોય અને હાથમાં હિન્દીમાં ઓમ નમ સિવાય હિન્દી લખેલું હોય જેથી સિરામિક ફેક્ટરીની શ્રમિક મહિલા હોવાની શંકા સાથે તપાસ ચલાવી હતી

જેમાં મરણ જનાર મહિલા દુર્ગાબેન રહે સીબોન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતી હોવાનું અને ચાર દિવસથી ગુમ હોવાનું ખુલ્યું હતું અને ત્રણ શકમંદ ઈસમો ભૂરો શંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર અર્જુનભાઈ ભાભોરએ ત્રણની આકરી પૂછપરછ કરતા અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા સાથે હત્યા કરી લાશ ફેંકી દીધાની કબુલાત આપી હતી અને મોરબી પોલીસે હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે

બીજી પત્નીને આડા સંબંધની શંકાએ કરી હત્યા

મૃતક દુર્ગાબેન આરોપી ભૂરા ડામોરની બીજી પત્ની હોય અને પત્નીને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાને પગલે ગળે ટુંપો દઈને હત્યા કરી નાખી હતી તેમજ અન્ય બે આરોપીઓ સત્યનારાયણ ડોડીયા અને નટવર ભાભોરની મદદથી લાશ કોથળામાં નાખી લાલપર પાસે નર્મદા કેનાલમાં નાખી દીધી હોવાની કબુલાત આપી છે

Comments
Loading...
WhatsApp chat