મોરબી: વતનમાં જવાની પતિએ જીદ કરતા પત્નીનો ગળેફાંસો ખાઈ આપધાત

 

મોરબીના કાયાજી પ્લોટમાં પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જેને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાયાજી પ્લોટમાં પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ નેપાળના વતની પાર્વતીબેન શંકર સુની ઉ.30 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે બાથરુમમા ચુંદડી વડે ગળે ફાસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ મુદ્દે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તપાસ અધિકારી જે એ ઝાલા સાથે વાત ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પત્નીને વતનમાં જવું ન હોય અને પતિ વતનમાં જવાની જીદ કરતા મૃતક પરિણીતાએ અંતિમ પગલું ભરી મોતને મીઠું  કર્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat