


મોરબીમાં ચાર વર્ષ પૂર્વે થયેલ મારામારી કેસમાં આજે મોરબી કોર્ટે આરોપીને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલ મોરબી નગરપાલિકા કચેરી પાછળના વિસ્તારના રહેવાસી શામજીભાઈ ધામેચા નામના ફરિયાદીએ ૨૦-૦૫-૨૦૧૭ ના રોજ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી અશોક ઉર્ફે હનીફ ઈબ્રાહિમે મિલકતના પ્રશ્ને ફરિયાદી અને તેની પત્ની ગીતા સાથે ઝઘડો કરી મારામારી કરીને ધમકીઓ આપી હતી
અને સાળાએ બેન બનેવી સાથે કરેલી મારામારી અંગે નોંધાયેલી ફરિયાદ બાદ આ મામલે મોરબીના મહે. એડીશનલ સિવિલ જજ અને જ્યું મેજી. કોર્ટમાં કેસ ચાલી જતા આજે કોર્ટે ફરિયાદી પક્ષના વકીલ આર.એ.ગોરીની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી અશોક ઉર્ફે હનીફ ઈબ્રાહીમ બલોચ નામના આરોપીને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ૧૦૦૦ રૂ. દંડ ફટકારવાનો ચુકાદો આપ્યો છે.

