


મોરબી શહેરમાં સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી અને સ્વ ભંડોળમાંથી બનાવવામાં આવેલા વિવિધ વિસ્તારમાં ૨૫ રોડના નબળા કામો થયા હોય જે તૂટેલા સીસીરોડ પર ડામર સીલીકોટનું આખું લેયર મારી કોન્ટ્રાકટરને પોતાના ખર્ચે રીપેર કરી આપવા માટે ચીફ ઓફિસરે નોટીસ પાઠવી છે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ પાલિકાના કન્સલ્ટીન્ગ એન્જીનીયર મનીષભાઈ રૂપારેલને લેખિત નોટીસ પાઠવી છે જેમાં વિવિધ વિસ્તારોમાં ૨૫ રોડના કામો કરનાર એજન્સીઓ હિન્દુસ્તાન પ્રોજેક્ટ રાજકોટ, વ્રજ કન્સ્ટ્રકશન રાજકોટ, સ્થાપત્ય કન્સ્ટ્રકશન મોરબી, સત્યમ કન્ટ્રકશન મોરબી, રાધે શ્યામ કન્ટ્રકશન મોરબી, ઓલવેલ પ્રોજેક્ટ મોરબી, ગોકુલ કન્સ્ટ્રક્શન જામનગર અને ચિન્મય એન્ટરપ્રાઈઝ રાજકોટ સહિતની એજન્સીઓએ કામ કરેલું હોય જેમાં કન્સલટીંગ એન્જીનીયર તરીકે સુપરવિઝન કામગીરી તમારા દ્વારા કરવામાં આવી છે
જે રોડ રસ્તાઓમાં નુકશાની થયી છે અને ગેરંટી પીરીયડમાં હોય જેથી કોન્ટ્રાકટર પાસે તૂટેલા સીસી રોડ પર ડામર સીલીકોટ આખું લેયર મારી રોડ રીપેર કોન્ટ્રાકટરે પોતાના ખર્ચે કરવાના રહેશે અને આ કામગીરી થયા બાદ રીપોર્ટ ૩૦ દિવસમાં રજુ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
જુઓ વિડીયો ……

