મોરબી : વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરશો ? બાળરોગ નિષ્ણાંત પાસેથી જાણો…

        પરીક્ષાની મોસમ પૂરી થઇ છે અને હવે વેકેશન પડ્યું છે અથવા તો થોડા દિવસોમાં વેકેશન પડશે મામાને ઘેર જવાની અને રમવાની કેવી મજા આવે ? તમને જણાવીએ કે વિદ્યાર્થીઓને આશરે એક થી દોઢ માસની રજાઓનો સમય મળે છે જેમાં કઈક નવું કરવા વિચારવા અને સમજવા માટે સારો અવસર મળે છે પરંતુ મોટાભાગે એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ આ કીમતી સમયને ટીવી, મોબાઈલ, સિનેમા અને વિડીયો ગેમ્સમાં જ બરબાદ કરી નાખે છે ત્યારે મોરબીના બાળરોગ નિષ્ણાંત સ્પર્શ હોસ્પિટલના ડો. મનીષ સનારીયા અને ડો. નિધિ સનારિયાએ વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપી છે

        મોરબીમાં બાળરોગ નિષ્ણાંત તરીકે આગવું સ્થાન ધરાવતા ડો. મનીષ સનારીયાએ વેકેશનનો સદુપયોગ કરવાના સૂચનો આપ્યા છે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થઇ સકે તો આવો જાણીએ વેકેશન દરમિયાન શું શું કરવું જોઈએ

 • રાષ્ટ્રીય (ધરોહર) અને સંસ્કૃતિના વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરવી જેમ કે વૃક્ષારોપણ  કરવું, સમાજ સેવા કરવી, સફાઈ અભિયાન ચલાવવું, પછાત વિસ્તારમાં જઈને લોકોની સેવા કરવી અને શિક્ષણ આપવું
 • પોસ્ટ ઓફીસ, બેંક, નગરપાલિકા, સેવા સદન, પોલીસ સ્ટેશન, એટીએમ, પુસ્તકાલય, પુસ્તક મેળવણી મુલાકાત લેવી અને તેના વિષે જાણકારી મેળવવી
 • માત્રને માત્ર એક જ કલાક ટીવી, મોબાઈલ, લેપોપ કે વિડીયો ગેમ્સનો ઉપયોગ કરવા દેવો અને તે પણ તમારી હાજરીમાં જ
 • નવા કલાસીસ જોઈન્ટ કરવા જેમ કે સંગીત કલાસીસ, સ્વીમીંગ કેમ્પ, સમર કેમ્પ, ડ્રોઈંગ ક્લાસ, સ્કેટિંગ ક્લાસ, કરાટે કેમ્પ, કોમ્પ્યુટર ક્લાસ, ઓરેગામી કલાસીસ, વૈદિક ગણિત ક્લાસ
 • દરરોજ સારા અને પોઝીટીવ (હકારાત્મક) સમાચારો વાચવા તથા સાંભળવા જેમ કે સાધના સાપ્તાહિક, ઉપાસના, સફારી, નોલેજ (બીબીસી) અને તેમાં આવતા તમામ કોયડા ઉકેલવા પ્રયત્નો કરવા
 • અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવી
 • ગૌશાળાની મુલાકાત કરવી અને તેના વિશેનું શિક્ષણ આપવું
 • દરરોજ સાંજે ખુલ્લા અને ચોખ્ખા વાતાવરણમાં રમવા જવું (જેમ કે ગાર્ડન)
 • તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને ભાગ લેવો, જેમ કે સામાન્ય જનરલ નોલેજ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા
 • ધાર્મિક ગ્રંથો, પુસ્તકોની માહિતી આપવી
 • જૂની અને ઘર બહાર (આઉટડોર) રમાતી રમતનું જ્ઞાન આપી અને તે રમત રમાડવી (જેમ કે કબડ્ડી, ખો ખો, ક્રિકેટ, બેડમિન્ટન)
 • પોતાના અભ્યાસને રજાઓ દરમિયાન એકદમ છોડી દેવો જોઈએ નહિ વેકેશનમાં પણ રોજ થોડો થોડો અભ્યાસ તો કરતા જ રહેવું જેમ કે દરરોજ ૧૦ નવા સ્પેલિંગ, દરરોજ પાંચ નવા કોયડા ઉકેલવા અને પાંચ નવી વસ્તુઓની માહિતી મેળવવી
 • દરરોજ એક નવી સારી બોધપ્રદ વાર્તાઓ તથા કથા સંભાળવી અને ભણાવવી
 • પ્રાચીન એતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો, મંદિરોની મુલાકાત લેવી અને પોતાના વિવેક વિચારને વધારવા

વેકેશનનો એક કે દોઢ માસનો સમયગાળો વિદ્યાર્થીઓ એમ જ વેડફી નાખતા હોય છે ત્યારે વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરી સકાય તેની બાળરોગ નિષ્ણાંત ડો. મનીષ સનારિયાએ સીધી અને સરળ ભાષામાં સમજ પૂરી પાડી છે અને વાચકો માટે વેકેશનને અનુલક્ષીને સુંદર સૂચનો આપનાર મોરબીન્યુઝ ટીમ ડો. મનીષ સનારીયાનો આભાર પ્રગટ કરે છે     

Comments
Loading...
WhatsApp chat