Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : બાગાયતી ખેડૂતોને સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદી માટે સહાય અપાશે

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સ્વયં સંચાલિત મશીનરી ઘટકમાં સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર મોટા ખેડૂત ખાતેદારને ખરીદ કિંમતના ૪૦% અથવા મહતમ રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય અને નાના, સિમાંત તથા મહિલા ખેડૂત ખાતેદારોને ખરીદ કિંમતના ૫૦% અથવા મહતમ રૂ. ૧,૨૫,૦૦૦/- ની મર્યાદામાં સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૬૨ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat