મોરબી : દેશના વિવિધ રાજ્યના આચાર્યોનો સન્માન સમારોહ યોજાયો



દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતી અવંતિકા નામની સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આજે મોરબીના આંગણે પ્રિન્સીપાલ સન્માન સમારોહનું આયોજન મોરબીની ખાનગી શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
જે સમારોહમાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યના મળીને ૧૦૦ જેટલા આચાર્યો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર આચાર્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દેશના વિવિધ ભાગમાંથી આવેલા આચાર્યોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમને આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું