મોરબી : શિક્ષણ મંત્રી-ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી રાજપૂત સમાજ દ્વારા તા. ૨૮ ને રવિવારના રોજ બપોરે ૧૨ : ૩૦ કલાકે રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ શનાળા રોડ મોરબી ખાતે ધોરણ ૫ થી અનુસ્તાનક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનો પુરસ્કાર સન્માન તેમજ સ્મૃતિચિન્હ સમારોહ કાર્યક્રમ યોજાશે

        જે સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, આઈ કે જાડેજા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે સમારોહમાં વિદ્યાર્થી સન્માન ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯ માં લેવાયેલ જીપીએસસી પરીક્ષામાં પાસ થયેલ ક્ષત્રીય રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોનું સન્માન કરવામાં આવશે

        સમારોહને સફળ બનાવવા મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે સમારોહમાં રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોએ પધારવા નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat