કાયદાનું ઉલંધન કરનાર હળવદ પી.એસ.આઈ જાડેજા સામે કડક પગલા લેવા પત્રકરોની ઉગ્ર રજૂઆત

હળવદ જીઆઈડીસીમાં જુગારની રેડ પાડવા ગયેલી પોલીસે કેટલાક આરોપીને જવા દેતા આ મામલે રિપોર્ટિંગમાં ગયેલા પત્રકાર મેહુલ ભરવાડ સાથે પીએસઆઇ એ.બી.જાડેજાએ અણછાજતુ વર્તન કરી ગંદી ગાળો આપતા   ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે હળવદના પત્રકારોએ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી ઉગ્ર રજુઆત કરી હતી.
મળતી વિગત મુજબ હળવદ જીઆઇડીસીમાં જુગારની રેડ દરમિયાન મંગળવારે કેટલાક આરોપીઓને નાસી જવા દેવામાં આવ્યા હોવાંનો ભાંડા ફોળ ન થાય તે માટે પત્રકાર મેહુલભાઈ ભરવાડ સાથે પીએસઆઇ એ.બી.જાડેજાએ ગેરવર્તન કરતા પત્રકાર આલમમાં ઘેરાં પડઘા પડ્યા હતા આ મામલે ગઈકાલે પત્રકારો દ્વારા હળવદ પીઆઇ ભટ્ટ, મામલતદાર હળવદ ઉપરાંત જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી દબંગગીરી કરનાર પીએસઆઈની શાન ઠેકાણે લાવવા માંગ કરી હતી. વધુમાં પત્રકારોએ કરેલી રજુઆતમાં હળવદ તાલુકામાં રેતી,ખનીજની ચોરી,દારૂ જુગારનીબદી સહિતના પોલીસની ઢીલી નીતિના પરિણામો અંગે પણ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. રજૂઆતના અંતમાં ત્રણ દિવસમાં પીએસઆઇ એ.બી.જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવેતો હળવદના પત્રકારોએ સરકારી અને રાજકીય રિપોર્ટિંગનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Comments
Loading...
WhatsApp chat