મોરબી સીરામીક ઉદ્યોગનો મહત્વનો નિર્ણય, ટાઇલ્સમાં થશે 10 ટકા સુધીનો ભાવ વધારો

મોરબી:
મોરબી સીરામીક એસોસિએશનની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં મોરબી અને હિંમતનગરના સીરામીક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગકારોએ એક ટેક્સ જીએસટીને આવકાર્યો છે અને ટાઇલ્સમાં સાઈઝ પ્રમાણે 10 ટકા સુધી વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ભાવવધારાના કારણની ચર્ચા થઈ હતી, જેમાં જીએસટીના કારણે ભટ્ટીમાં વપરાતા ગેસના ભાવ વધતા વધારો કરવો પડ્યો છે. આ ઉપરાંત બેઠકમાં દરેક ઉદ્યોગકારો ફરજીયાત જીએસટીનું બિલ બનાવે, તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવે, જીએસટીના કાયદાનું કડક રીતે પાલન કરે, નવી શરત પ્રમાણે ગ્રાહક પાસેથી 30 ટકા એડવાન્સ પૈસા લઇ લે, 45 દિવસની સમય મર્યાદામાં નવું બિલ અમલી બનાવે સહિતની ચર્ચા થઈ હતી. મોરબી સીરામીક એસોસિએશનના કે.જી.કુંડરીયા, નિલેશ જેતપરીયા અને પ્રફુલ દેત્રોજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જીએસટીના અમલમાં સહભાગી થઈ રાષ્ટ્રનો વિકાસ ઝડપથી થાય એવી શુભેચ્છા આપી છે.
Comments
Loading...
WhatsApp chat