


મોરબી સિરામિક એસો દ્વારા ગેસીફાયર મુદે હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે જેમાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં નિયમોનો ભંગ કરતા બી ટાઈપના ગેસીફાયરને બંધ કરવાની સુચના અને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે જેથી નિયમોનો ભંગ કરનારા સિરામિક એકમો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
મોરબી સિરામિક ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો પૈકીના એક એવા ગેસીફાયર મુદે લાંબા સમયથી લડત ચાલી રહી છે આ મામલે મોરબી સિરામિક એસોના સીઈઓ પ્રફુલભાઈ વાછાણી જણાવે છે કે હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે જેમાં મુખ્યત્વે બી ટાઈપ ગેસીફાયર અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ટેકનીકલ એક્સપર્ટના ઓપીનીયન લીધા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે જે ચુકાદામાં બી ટાઈપના ગેસીફાયર ગેસીફાયરમાં જીપીસીબીની શરતોનું પાલન ના કરતા હોય તેની સામે એક્શન લેવા નિર્દેશ આપ્યા છે
જયારે બાકીના સિરામિક યુનિટો ગેસીફાયરના નિયમોનું ચુસ્ત પાલન કરે છે અને સિંગાપુર કંપની સાથે સિરામિક એસો દ્વારા એમઓયું કરવામાં આવ્યો છે જેથી જીપીસીબી એક એકમમાં પરમીશન આપે જેથી ગેસીફાયરમાંથી નીકળતા પાણીને સંપૂર્ણ હાનીરહિત બનાવી ફરીથી પ્રોસેસ કરી સકાય તેવી સીસ્ટમ અપનાવવા એસો તૈયાર હોવાનું જણાવ્યું છે.
તો મોરબી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા હાઈકોર ના નિર્ણયને આવકારે છે અને નિયમ ભંગ કરનાર એકમ સામે કાર્યવાહીની તેઓ પણ તરફેણ કરે છે જયારે સિરામિક એસોના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત જણાવે છે કે ગેસીફાયર વાપરનારા સિવાયના ૨૯૯ એકમો ગેસ વપરાશ કરે છે જેથી ઉત્પાદનમાં બહુ અસર નહિ થાય.

