



મોરબી જીલ્લામાં તા. ૧ જુલાઈથી થઈ રહેલા ભારે વરસાદને પગલે કૃષિમાં નુકશાનીનો સર્વે કરવા માટે જીલ્લા કલેકટર અને ડીડીઓની સુચનાથી છ ટીમોની રચના કરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. જે સર્વેની હાલ સુધીની કામગીરીમાં નુકશાનીના આંકડાઓ ધ્યાન પર આવ્યા છે જેમાં મોરબીના ટંકારા તાલુકામાં ૨૨૧ હેક્ટર, મોરબી તાલુકામાં ૧૩૨ હેક્ટર જમીનમાં વાવેલા કપાસ અને મગફળીના પાકોમાં નુકશાની સામે આવી છે જેમાં જીલ્લાની ૩૫૩ હેક્ટર જમીનમાં ૩૩ % કરતા વધુ નુકશાન જયારે ૧૪ હેક્ટર જમીનમાં ૩૩ % કે તેથી ઓછી નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જીલ્લાના ૪૧ અસરગ્રસ્ત ગામોનો સમાવેશ થાય છે અને અને ૫૯૮ જેટલા ખેડૂતો અસરગ્રસ્ત હોવાનું સર્વેમાં ધ્યાન પર આવ્યું છે જયારે મોરબી જીલ્લામાં ખેતીની જમીનના ધોવાણના નુકશાનીનો સર્વે કરવા માટે પણ ટીમ કાર્યરત હતી જેમાં પણ મસમોટા નુકશાનીના આંક ધ્યાન પર આવ્યા છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૭૯૦ હેક્ટર, મોરબી તાલુકામાં ૪૨૬ હેક્ટર મળીને કુલ ૧૨૧૬ હેક્ટર જમીન ધોવાણનો સર્વે કરવામાં આવ્યો છે. ૨૮ અસરગ્રસ્ત ગામોમાં થયેલા સર્વેમાં ૨૨૭૦ અસરગ્રસ્ત ખેડૂતોની કુલ ૧૨૧૬ હેક્ટર જમીનના ધોવાણ થયા છે. જોકે જીલ્લાની સર્વે ટીમ દ્વારા વાંકાનેર પંથકમાં જમીન ધોવાણ તેમજ પાક નુકશાની સર્વે બાકી છે જેથી આ આંકડાઓમાં વધારો થઈ સકે છે તેવી માહિતી જીલ્લા ખેતીવાડી અધિકારીએ મોરબી ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં આપી છે.

