Billboard ad 1150*250 Billboard ad 1150*250

આરોગ્ય ટીમનો સ્વચ્છતા જાગૃતિ વિડીયો, સ્વચ્છતાનો સંદેશ અપાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરુ કરાવ્યા બાદ ઠેર ઠેર સ્વચ્છતા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજની નવી પેઢી સોશ્યલ મીડિયા સાથે વધુ જોડાયેલી હોય ત્યારે નવી પેઢીને સંદેશ આપવા માટે આ માધ્યમનો સદુપયોગ કરીને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં મોરબી જીલ્લાની આરોગ્ય ટીમે અગાઉ સ્વાઈન ફ્લુ જાગૃતિ અભિયાન બાદ હવે સ્વચ્છતા અભિયાનનો વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કર્યો છે જેને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

મોરબી જીલ્લા આરોગ્યની ટીમ નાગરિકોને આરોગ્યની સેવા આપવાની સાથે જનજાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યા છે. આરોગ્ય વિભાગના વડા ડો. જે.એમ.કતીરા અને ડો. જય નિમાવતની ટીમ દ્વારા સ્વાઈન ફ્લુના કહેર વચ્ચે સ્વાઈન ફ્લુથી બચવા માટેનો વિડીયો બનાવ્યો હતો જે સોશ્યલ મીડિયામાં ખુબ શેર થયો હતો ત્યારે નાગરિકોને સ્વચ્છતા વિષે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા રાખવા માટે કેવી કાળજી લેવી, સ્વચ્છતાથી શું શું ફાયદો થાય છે તે કાઠીયાવાડી ભાષામાં સમજાવવામાં આવ્યું છે. વિડીયો યુ ટ્યુબ જેવી ચેનલ ઉપરાંત સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડીને જાગૃતિ લાવવામાં આવી રહી છે. ડો.જય નિમાવત દ્વારા ડીરેક્શન ઉપરાંત કેમેરા વર્ક કરવામાં આવ્યું છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ વિડીયો હાલ ધૂમ મચાવી રહ્યો છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમ સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરીને અભિયાન ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat