


તમામ આઠ આરોપીના ઘરની જડતી, વધુ એક નામ ખુલ્યું
મોરબીના ચકચારી કરોડના જીએસટી ચોરી કોભાંડમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન એસઓજી ટીમે એક કોમ્પ્યુટર અને બે લેપટોપ કબજે લીધા છે તો અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
રાજ્ય વેરા અધિકારી દ્વારા ૧૬ બોગસ સિરામિક કંપની ઉભી કર્રીને બોગસ ડોક્યુમેન્ટને આધારે જીએસટી નંબર મેળવીને ૩૮૫૨ ઈ વે બીલ બનાવી કુલ વેરો ૧૭,૭૬,૬૦,૫૫૬ નહિ ભરીને સરકાર સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે એસઓજી ટીમે આરોપી મુસ્તાક અકબર જામ (ઉ.વ.૨૮) રહે માળિયા, ગુલામરસુલ હૈદર જામ (ઉ.વ.૨૮) રહે માળિયા, કિશન જશાભાઈ કાનગડ (ઉ.વ.૨૬) રહે જશાપર તા. માળિયા, હાર્દિક પ્રફુલભાઈ કટારીયા (ઉ.વ.૨૯) રહે બોનીપાર્ક મોરબી, રવિ દિલીપભાઈ ઓઝા (ઉ.વ.૩૦) રહે મોરબી, વિપુલ ધનજીભાઈ ફૂલતરીયા (ઉ.વ.૩૪) રહે મોરબી, દર્શિત પ્રવીણભાઈ મેવાડા (ઉ.વ.૨૨) રહે મોરબી, અને ધર્મેન્દ્ર દિલીપભાઈ અજાણા (ઉ.વ.૨૫) રહે ઘુનડા સજ્જનપર તા મોરબી વાળાને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરતા છ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે
જે રિમાન્ડ દરમિયાન એસઓજી ટીમે તમામ આઠ આરોપીના ઘરની જડતી કરી એક કોમ્પ્યુટર અને બે લેપટોપ કબજે લીધાનું સુત્રો જણાવી રહ્યા છે તે ઉપરાંત જીએસટી ચોરી કોભાંડમાં અવિનાશ પટેલ નામના શખ્શની સંડોવણી હોવાનું ખુલ્યું છે જેને ઝડપી લેવા એસઓજી ટીમે કવાયત હાથ ધરી હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે