મોરબી નજીકથી ઠસોઠસ ગૌવંશ ભરેલી બોલેરો કાર ગૌરક્ષકોએ ઝડપી લીધી

        મોરબી નજીક રાત્રીના સમયે ગૌવંશ ભરેલી બોલેરો કારમાં ઠસોઠસ હાલતમાં ગૌવંશ ભરેલા હોય જે બોલેરો કારને બજરંગ દળ અને શિવસેનાના કાર્યકરોએ રોકી હતી અને તમામ મુદામાલ ઝડપીને પોલીસને સોપવામાં આવ્યો હતો.

        માળિયા તરફથી મોરબીના ઉમા ટાઉનશીપ તરફ આવતી બોલેરો મેક્ષ કાર નં જીજે ૧૩ એટી ૪૭૪૮ માં પાડા ભારેલા હોવાની બાતમીને પગલે શિવસેના તેમજ બજરંગદળના પ્રમુખ કમલભાઈ દવે, કરણભાઈ પરમાર, પાર્થભાઈ નેસડીયા, અનિલભાઈ ભોરાણા તેમજ અમિતભાઈ શાહ સહિતના ગૌરક્ષકોએ બોલેરો કારને આંતરીને તલાશી લેતા ચાલકનું નામ હુશેનભાઈ ગનીભાઈ મતવા રહે. મોરબી વાંકાનેર દરવાજાવાળો હોવાનું જણાવ્યું હતું

        બોલેરો કારમાં પાંચ પાડા ભરેલા હતા જે ક્રુરતાપૂર્વક હલીચલી સકે તેમ ના હોય ઘાસચારા અને પાણીની કોઈ વ્યવસ્થા ના હોય અને ગાડીમાં બાંધેલા હોય વાહન અને પશુ સહીત ૧,૬૦,૦૦૦ નો મુદામાલ ઝડપીને બી ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો અને ફરિયાદ કરવામાં આવી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat