

આજ રોજ મોરબી લધુમતી સમાજ દ્વારા સમુદાયના રક્ષણ અને ઉત્થાન માટે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુમતીઓની રાજ્ય વર્ષોથી આંતરિક વિસ્થાપનનું સાક્ષી રહ્યું છે. કોમી તોફાનો અને દરિયા ક્નીનારના મોટા મોટા ઉદ્યોગને પગલે ૨ લાખ લોકો વિસ્થાપિત થઈને શહેરમાં આવીને વસ્યા છે મૂળભૂત પાયાની જીવવા લાયક સુવિધાઓના અભાવે મલીન વસ્તીઓમાં જિંદગી વિતાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય છે. સચ્ચર સમિતિની ભલામણો પછી દેશમાં ૨૦૦૬ માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઈ જેનો મુખ્ય ધ્યેય દેશના લઘુમતીઓને મુખ્ય ધારામાં લાવવાનો છે. જે માટે શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ સહિતની યોજનાઓ ચલાવવામાં આવે છે. જોકે ભારત સરકારના આ મંત્રાલયની કામગીરી આંકડાઓ મુજબ ગુજરાતમાં લગભગ શૂન્ય છે. રાજ્યના બજેટમાં લઘુમતી ઉત્કર્ષ માટે અલગથી કોઈ જ નક્કર ફાળવણી કરવામાં આવી નથી જેથી લઘુમતી સમુદાયના રક્ષણ સાથે ઉત્થાન માટે સરકાર અસરકારક પગલા ભારે તેમજ લઘુમતી સમાજ માટે નક્કર યોજના બનાવે તેવી માંગ કરવામાં આવી છે.