હરડે વિષે માહિતી મેળવવા માટે સેમિનારનું આયોજન

સુષ્ટિ અમદાવાદ અને પર્યાવરણ ટ્રસ્ટ અમરેલી તેમજ મયુર નેચર કલબ મોરબી દ્વારા તા.૧૬ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી ઓમશાંતિ સ્કુલ ખાતે હરડે વિષે માહિતી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં હરડેના ગુણધર્મ,ફાયદા અને ઉપયોગ વિષે માહિતી આપતા ૩૨ બેનરો જીતુભાઈ ઠક્કર દ્વારા પ્રદર્શન માટે  રાખવામાં આવ્યા છે.મયુર નેચર કલબ દ્વારા લોકોને હરડે વિષે માહિતી મેળવવા આ કાર્યક્રમનો લાભ લેવા માટે જણાવ્યું છે.તેમજ નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા રાહત દરે ઓર્ગેનિક વસ્તુનું વેચાણ કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat