Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી-હળવદ પેટા ચુંટણીનો ધમધમાટ, ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મોરબીમાં ૦૪ ફોર્મ અને હળવદમાં ૦૪ ફોર્મ ભરાયા

મોરબી જીલ્લામાં મોરબી અને હળવદ તાલુકા પંચાયતની પેટા ચુંટણી યોજાનાર છે જે ચુંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે

મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર ૨ ની પેટા ચુંટણી યોજાનાર છે જેના માટે ભાજપ દ્વારા ૨ ફોર્મ, એક કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો હળવદ તાલુકાના ૧૬ રણછોડગઢ તાલુકા પંચાયત પેટા ચુંટણીમાં ૨ ભાજપ, ૨ કોંગ્રેસ અને ૧ આમ આદમી પાર્ટીએ ફોર્મ ભર્યું છે અને હળવદ તાલુકા પંચાયત પેટા ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ જામી સકે છે

મોરબીમાં કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું
મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર ૨ ની પેટા ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જલાભાઇ સામતભાઈ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે જે પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્વ. નાથાભાઈ ડાભીના ભાઈને કોંગ્રેસ પક્ષે ટીકીટ આપતા તેઓએ ઉમેદવારી નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat