

હળવદ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. શહેરમાં રીક્ષા અને છકડાના સ્ટેન્ડ ન હોવાને કારણે વાહનો જ્યાં ત્યાં પાર્કિંગ થતા હતા. આ બાબતે અધિક મેજિસ્ટ્રેટ ગિરીશ શાહે જાહેરનામું બહાર પાડી 10 જગ્યાને કાયમી રીક્ષા સ્ટેન્ડ જાહેર કર્યા છે. જેમાં દશામાના મંદિર પાસે 5 રીક્ષા, હળવદ-ટીકર રસ્તા પાસે ત્રણ રસ્તા પાસે 15 રીક્ષા, હળવદ બસ સ્ટેન્ડ પાસે 15, જૂની પોલીસ ચોકી, ધ્રાંગરધા દરવાજા પાસે 5, દરબાર નાકા પાસે 5, દતેશ્વર દરવાજા પાસે 10, લક્ષ્મી નારાયણ ચોક પાસે 5, હળવદ સરા રોડ તળાવ પાસે 10, રેલવે સ્ટેશન પાસે 10 અને પેટ્રોલ પમ્પની બાજુમાં 5 રીક્ષા કે છકડા પાર્કિંગ કરી શકશે.