હળવદના ઘણાત ગામે વોકડામાં તણાતાં ટેન્કરમાં સવાર 3 લોકોનો બચાવ

હળવદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ પંથકમાં નીચાણવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ જોવા મળી હતી.હળવદના ઘણાત ગામે સાંજના સમયે વોકડો ઓવરફ્લો થતા ત્યાંથી પસાર થતા દૂધ ભરેલ ટેન્કર વોકડાના પાણીમાં તણાયુ હતું.જેમાં 3 લોકો સવારમાં હતા .આ તણાતાં ટેન્કર પર ગ્રામજનોની નજર પડતા ગામના લોકોએ મામલતદાર અને પોલીસને જાણ કરતા તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ માલમલાદર,પોલીસ સાથે મળીને ગ્રામજનોએ મળીને દોરડાની મદદથઈ ટેન્કરમાં સવાર 3 લોકોને બચાવાયા હતા બાદમાં તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

 

ગ્રામજનો દ્વારા બચવાયેલા લોકોની તસ્વીર

Comments
Loading...
WhatsApp chat