



હળવદના રુદ્ર ટાઉનશીપમાં રહેતા રહેવાસીઓએ ટીસી ટ્રાન્સફર માટે પીજીવીસીએલને રજુઆત કરી હતી. સોસાયટીવાસીઓએ જણાવ્યું હતું કે, સોસાયટીના પહેલા ગેટ પાસે વિજકંપનીએ આશરે 1.5 ફૂટ જેટલો ઓટલો બનાવી એકદમ નીચે ટીસી મૂકી દીધું છે. રહેણાંક વિસ્તાર ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં ઘણી સ્કૂલ આવેલી છે. નાના બાળકો અહીં રમતા હોય છે. ટીસી નીચું રહેવાને કારણે જોખમી બને છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય જમીન સાથે અર્થીગ થવાનો મોટો ભય પણ છે. 5 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરીશું એવી ચીમકી આપી છે.

