રોટરી ક્લબ ઓફ હળવદનો ત્રીજો પદગ્રહણ સમારોહ યોજાયો.

રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ નું નવું વર્ષ જૂન મહિના માં પૂરું થતા રોટરી હળવદની બધી જ ટીમના હોદ્દેદારો ની નવી વરણી કરવામા આવી હતી. શહેરના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ડી.જી. રુચિર જાની આઇ.સિ. સુરક્ષા બાથલા ડી.આર.આર. વૈભવ મહેતા એ.જી. હેમલ શાહ ના હસ્તે વિવિધ કલબોના હોદેદારો ની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં રોટરી ના પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા ઈંનરવિલ પ્રેસિડેન્ટ જયશ્રી બેન સેક્રેટરી જલ્પા રાવલ રોટરેક્ટ પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા સેક્રેટરી રજની અઘારાં ઇન્ટેક્ટ પ્રેસિડેન્ટ અનંત અઘારા સેક્રેટરી કરણ ચાવડા  અરલીએક્ટ પ્રેસિડેન્ટ જૈમીન રાવલ સેક્રેટરી અજય ચાવડા આર. સી.સી. રણમલપુર પ્રેસીડન્ટ મુકેશભાઈ વરમોરા સેક્રેટરી જીતેન્દ્રભાઈ વરમોરા ને શપથ લેવડાવ્યા હતા. સાઈઠ વર્ષથી ઉપર ની ઉંમર ના સેવાભાવી લોકોની એક સિનિયર સિટીઝન કલબની સ્થાપના કરવામાં આવી હતી જેના  પ્રેસિડેન્ટ ચંદુભાઈ વૈષ્ણવ સેક્રેટરી અરવિંદભાઇ રાવલને નિયુક્ત કર્યા હતા.આ સમારોહ ના મુખ્ય મહેમાન તરીકે હૅમેન્દ્ર ભાઈ દવે (લંડન) ને ખાસ હાજરી આપી હતી. તથા દરેક ક્લબ ના મેમ્બર્સ તથા આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહેલ આ સમગ્ર કાર્યકમનું સંચાલન નરભેરામ ભાઈ અઘારા અને ગજેન્દ્ર ભાઈ મોરડીયા કર્યું હતું .

Comments
Loading...
WhatsApp chat