



રોટરીકલબ અને રોટરેક્ટ ઓફ હળવદ દ્વારા શહેરમાં આવેલ જોખમી લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી. પાઇપ ના કવર લગાવવામાં આવ્યા હતા.છાસવારે અને ખાસ કરીને ચોમાસામાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે જેના હિસાબે અત્યારે સુધીમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા છે. શોર્ટ સર્કિટનું જોખમ માણસને પણ એટલુંજ રહે છે.ખાસ કરીને રોડ ઉપર આવતા જતા બાળકોને જોખમ હોવાની સાથે સાથે આ ચોમાસામાં પણ ઘણી ગાય મરી હોવાનુંજાણવા મળતા રોટરી દ્વારા તાત્કાલિક આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો.
હળવદના સ્ટેશન રોડના ખૂણા થી શરૂ કરીને આખી મેઈન બજાર માં લક્ષ્મીનારાયણ ના ચોક સુધીમાં આવતા બધાજ પોલ માં આવા પ્રોટેક્શન કવર ચડાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનું ડોનેશન ચિનુભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યું હતું.સમગ્ર પ્રોજેકટ રોટરી અને રોટરેક્ટ કલબના સભ્યોએ હાજર રહીને સફળ બનાવ્યો હતો.

