


વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર એવાં શ્રાવણ માસ માં બીલી,પારિજાત,પારસ પીપળો,સેવન,મોગરો,જાસૂદ,કણજી,બોરસલી,ચણોઠી,સિસમ એવા વિવિધ પ્રકારના પાંચસો રોપનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બીલી, પારિજાત ઝાડનું ધાર્મિક ઘણું બધું મહત્વ છે. આયુર્વેદિક માં પણ આ ઝાડ ઉપયોગી સાબિત થયું છે. પર્યાવરણ ની દ્રષ્ટિએ બીલી પીપળો વગેરે ખૂબજ ઉત્તમ છે.ઘરે ઘરે પવિત્ર શ્રાવણ માસ માં શિવ ભક્તો અને પર્યાવરણપ્રેમી બીલી વાવી ને ઘરે આંગણે જ જાતે ઉછેરે એવા હેતુ થી રોટરીએ આ પ્રોજેક્ટ હાથ ધરેલ છે.આ પ્રોજેકટ માં મુખ્ય મહેમાન તરીકે આયુર્વેદ હોસ્પિટલ ના ડો.વડાવીયા ખાસ હાજર રહ્યા હતા.આ પ્રોજેકટ નું ડોનેશન ચિનુભાઈ પટેલ પરિશ્રમ બાગ અને નર્સરી વાળા તરફથી આપવામાં આવ્યું હતું.આ પ્રોજેકટમાં રોટરી કલબ પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા,શક્તિસિંહ ઝાલા,અરવિંદભાઇ પટેલ,વાસુભાઈ પટેલ,જયેશ કારિયા તથા આર. સી.સી. કલબના પ્રેસિડેન્ટ ચંદુભાઈ વૈષ્ણવ સેક્રેટરી એ.જી.રાવલ અને સભ્યો હાજર રહ્યા હતા.

