


હળવદ ની એક ફળી માં રહેતા નિઃસહાય, નિરાધાર માજી નું હવે આ દુનિયામાં કોઈ સગું વહાલું કે સંતાન નથી.૮૨ વર્ષ ની ઉંમરે હવે અધૂરી જિંદગી જેમ તેમ પુરી કરી રહ્યા છે.થોડા સમય પહેલા જ એમના એક ના એક દીકરા નું પણ અવસાન થયું હતું. જે એમની આવકનું સાધન હતું.કોઈ પણ જાત ની બચત કે આવક નહીં હોવાથી દીકરાના અવસાન પછી માજીની માથે આભ ફાટયા જેવી સ્થિતિ ઉભી થયી હતી.અડોસ પડોસ માંથી રોટરી ને માજી વિશે ની હાલ ની પરિસ્થિતિ ની જાણ થતા પ્રેસિન્ડેન્ટ ચિનુભાઈ પટેલ અને સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા એ માજી ના ઘરે રૂબરૂ મુલાકાત કરી હતી.ત્યાર બાદ પહેલું કામ ઘરનું લાઈટ બિલ ઘણા મહિના નું ચડી ગયું હતું કરીયાના નું બિલ પણ ચડી ગયું હતું.તે બધું ચૂકતે કર્યું.રોટરી એ માજી જીવે ત્યાં સુધી ઘરનું લાઈટ બિલ કારીયાના નું બિલ દૂધ નું બિલ અને દવાનું બિલ નો જે ખર્ચ થાય તે ભરવાની જવાબદારી સ્વીકારી છે.જેના તમામ ખર્ચ ના દાતા ચિનુભાઈ પટેલ પરીશ્રમ બાગ & નર્સરી તરફથી ઉપાડવામાં આવશે.”નિરાધાર નો આધાર રોટરી”