રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જી.એસ.ટી. અવરનેશનો સેમિનાર યોજાયો.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નાના તથા મોટા બધાજ ધંધા, ઉદ્યોગ, વહેપારી, સંસ્થાઓ ને માટે હાલમાં અમલમાં આવેલ જી.એસ. ટી.ના કાયદા ને સમજવો એ અત્યારે સોથી અઘરો અને મુંજવતો તથા ચિંતાનો વિષય બની ગયો છે.

અનેક પ્રકારના વિવિધ પ્રશ્નો ની મુંજવણ બધાને સતાવી રહી છે. આવા સમયે રોટરીએ આ સમસ્યાના ઉકેલ માટે શરનેશ્વેર મહાદેવ મંદિર ખાતે એક સુંદર આયોજન કરેલ .

 

જેમાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી જયેશભાઇ કે. કારિયા એ જી.એસ.ટી.ને લગતા પ્રશ્ર્નો  વિશે સંપૂર્ણ, સાચી, અને સરળ તથા લેટેસ્ટ માહિતી આપી હતી.

જેમાં હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વહેપારી તથા મંડળો એ આ સેમિનારનો નિઃશુલ્ક લાભ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભગવાનજીભાઈ પટેલ તથા વહેપારી મંડળના પ્રમુખ રોટે. ગોપાલભાઈ ઠકકર ખાસ હાજર રહ્યા હતા. રોટરી પ્રેસિડેન્ટ. રોટે.ચિનુભાઈ પટેલ તથા સેક્રેટરી રોટે. રાજેન્દ્રસિંહ રાણા અને રોટેરિયન મેમ્બર્સ હાજર રહેલ આ કાર્યક્રમનું સંચાલન રોટે.ગજેન્દ્ર ભાઈ મોરડીયા એ કર્યું હતું આ સેમિનારને  પ્રોજેક્ટ ચેરમેન રોટે. રાજેશ સી. ઝાલા એ સફળ બનાવ્યો હતો.

 

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat