રસ્તે ચાલવા બાબતે ક્યાં બોલી બધડાટી ?

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ હળવદ સુપર ગામની સીમમાં ગઈકાલના રોજ રસ્તે ચાલવા બાબતે મારામારી થઇ હતી.જેમાં સુરેશભાઈ ગણેશભાઈ કઝારીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી ગફર કાનાભાઈ રાજપૂત,મુનાભાઈ ગફરભાઈ,નરસિંગ કાનાભાઈ તથા તેના દીકરાએ તારે આ રસ્તે ચાલવાનું નથી તેમ કહી ભૂંડી ગાળો આપી કોદાળી વડે મારમારી,પથ્થર મારી,બટકું ભરીને ઢીકા પાટુનો મારમારીને ઈજા પહોચાડી હતી.આ  બાબતે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat