


હળવદ શહેરની પ્રચલિત એવી સાંદિપની મીડીયમ ઇંગ્લીશ સ્કૂલમાં રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બનાવવાની હરીફાઈ કરવામાં આવી હતી.જેમાં સ્કૂલના સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓ એ ખુબજ ઝીણવટ થી સુંદર અને કલાત્મક અને વિવિધ પ્રકારની અવનવી ડિઝાઈનની રાખડીઓ બનાવી હતી.જેમાંથી બેસ્ટ રાખડી બનાવનારને રોટરી ક્લબ અને ઈંનરવિલ કલબ દ્વારા ૧/૨/૩ નંબર આપીને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કલાસમાં ૧ નંબર લાવનારને સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા.આ પ્રોજેક્ટ માં ઈંનરવિલ કલબ પ્રેસિન્ડેન્ટ જયશ્રીબેન પટેલ તથા સભ્યોએ હાજરી આપીને જજમેન્ટ આપ્યું હતું.રોટરી પ્રેસિન્ડેન્ટ ચિનુભાઈ સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા નરભેરામભાઈ અધારા વાસુભાઈ પટેલ હાજર રહેલા.આ પ્રોજેકટ ને સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર હિતેનભાઈ અનડકટે તથા સ્ટાફ મિત્રો એ સફળ બનાવ્યો હતો.