


હળવદ પંથકમાં પાલિકા તંત્ર સાબદું બન્યું છે.ચોમાસા પહેલા તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સુન કામગીરીના ચીથરે હાલ થતા જોવા મળી રહ્યા છે.હળવદમાં ઢેર-ઢેર ગંદકી જોવા મળી છે લોકોએ વારંવાર ગંદકી મામલે પાલિકાને રજૂઆત કરતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.તેમજ હળવદ પાલિકાની બેદરકારી સામે આવી છે જેમાં હળવદ સરા રોડ પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ હાલતમાં જોવા મળી છે.હળવદ પાલિકા ધોર નિદ્રામાં છે તેથી લોકોમાં રોષ ફાટી નીકળો છે.